પ્રેરણાજન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કુપોષણ મુક્ત શિક્ષા યુક્ત અભિયાન
અમદાવાદ / જયકુમાર સંત સંવાદદાતા : પ્રેરણાજન સહયોગ ફોઉંડેશન સંસ્થા છેલ્લા છ વર્ષથી ગરીબ બાળકો અને પરિવારો માટે કાર્યરત છે.
નારોલથી આ સંસ્થા દ્વારા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને આજે સમગ્ર અમદાવાદમાં વેન દ્વારા ગરીબ ઝૂંપડપટ્ટીના લોકોને બંને સમય જમવાનું પૂરું પાડે છે.
આ સાથે ગરીબ બાળકોને ભણાવા માટે પણ સંસ્થા ખુબજ કાર્યરત છે. થોડો સમય રસ્તા પાર ભાણાયાં પછી બાળકોને સરકારી સ્કૂલમાં પણ મોકલવામાં આવે છે.
આ કાર્ય વિશે વાત કરતા શ્રી અનિલ શર્મા (પ્રેસિડેન્ટ), દ્વારા જણાવામાં આવ્યું હતું કે, અમદાવાદમાં ‘કુપોષણ મુક્ત શિક્ષા યુક્ત’ અભિયાન અંતર્ગત હમારો હેતુ દરેક બાળક પોતે ભણવા માટે જાય અને રસ્તે ભીખ ના માંગે અને તેની જરૂરિયાત પુરી પાડી શકે શકે તે માટેનો છે. આ માટે હમે તેઓને ભણતર આપી રહ્યા છીએ. સમય સાથે હમે વધુથી વધુ લોકોને હમારી સાથે જોડીને આ કાર્યને ખુબજ સારી રીતે આગળ વધારીશુ.