Padmavat Media
ताजा खबर
गुजरातटॉप न्यूज़मनोरंजनराज्य

પ્રિયંકા ચુડાસમા નિર્મિત – અભિનીત ગીત “સાંવરિયો” તમને પ્રેમ માં પાડશે..

Reported By : Padmavat Media
Published : January 12, 2022 10:36 PM IST
Updated : January 12, 2022 10:36 PM IST

અમદાવાદ/ જયકુમાર સંત સંવાદદાતા :   “સાંવરિયો” ગુજરાતી ગીતમાં જોવા મળશે પ્રેમની નવી પરિભાષા.

ગુલાબી ઠંડીમાં ગીત “સાંવરિયો” પ્રેમ ની શીતળતા નું કરશે વર્ણન.

ગુજરાત ના જાણીતા યુ ટ્યુબર અને જેમના વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવે છે તેવા સૌરાષ્ટ્રની પાવન ધરતી જ્યાં ઊંચો ગઢ ગિરનાર આવ્યો છે તેવા જૂનાગઢના વતની પ્રિયંકા ચુડાસમા દ્વારા એક નવું પ્રેમ ગીત બનાવવામાં આવ્યું છે.

ગુજરાતી કવિતાઓમાં પ્રેમગીત નું એક અદકેરું સ્થાન જોવા મળે છે અને જે પોતાના શબ્દો થકી દરેક ઉંમરની વ્યક્તિને પ્રેમની પરિભાષા નો અર્થ સમજાવી શકે છે.” સાંવરિયો” આ શબ્દોમાં જ પ્રિયતમા જ્યારે પોતાના પ્રિયતમ ની કલ્પના કરતી હોય છે ત્યારે કેવી ભાવનાઓ નું સર્જન થાય છે તે આ ગીત દ્વારા બતાવવામાં આવ્યું છે.મૂળ જૂનાગઢના પ્રિયંકા ચુડાસમા દ્વારા ગીત “સાંવરિયો” બનાવવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના જાણીતા ગાયિકા ધરા શાહએ સ્વર આપ્યો છે.પ્રિયંકા ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ગીત બનાવવાનો વિચાર તેમને લોકડાઉનના સમયમાં આવ્યો હતો અને ત્યારે જ તેમણે અમલમાં પણ મુક્યો હતો તેમની ટીમ દ્વારા આ વિચારને સાર્થક કરવા તનતોડ મેહનત કરવામાં આવી અને ગીતને સુંદર શબ્દોથી સજાવી જ્યારે ધરા શાહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ ગીતના વિચાર ને વાચા આપી અને રેકોર્ડિંગ કર્યું.ત્યારબાદ પ્રિયંકા અને તેમની ટીમ દ્વારા શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યું પરંતુ ફાઈનલ સ્ટેજ પર ટેક્નિકલ કારણે ગીત ડીલીટ થઈ ગયું અને જેના કારણે શૂટ થયા પછી પણ રીલીઝના થઈ શક્યું.પરંતુ સિંગર ધરા શાહને આ વાત કરતા તેમણે ખૂબ સહજતાથી જ આ વાત ને સ્વીકારી અને જલ્દીથી જ ફરીવાર રેકોર્ડિંગ કરવાની જવાબદારી લીધી અને રેકોર્ડ પણ કર્યું.આ બધી મેહનત બાદ હવે પ્રિયંકા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા હવે આ ગીત દર્શકો સમક્ષ જવા માટે એકદમ તૈયાર છે.આ ગીતના શબ્દો અને તેને રાગ આપ્યો છે મોહિત મેહતા એ જ્યારે સંગીત પૂર્વેશ દવે દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે યશ વઘાસિયા દ્વારા કેમેરામાં કંડારવામાં આવ્યું છે અને પોસ્ટર ડિઝાઇન – ડિજિટલ મેનેજમેન્ટ જેસ્ટર મકવાણા એ કર્યું છે.ગીતનું મિક્સ અને માસ્ટરિંગ જિમ્મી દેસાઈએ કર્યું છે અને આ ગીત નું શૂટિંગ હોટલ અનિલ ફાર્મ હાઉસ ખાતે કરવામાં આવ્યું છે.આ ગીત બનાવવામાં જેનો સૌથી મોટો ફાળો રહ્યો છે તેવા અંકિત કણસાગરા કે જેઓ પ્રિયંકા ચુડાસમાના સહ અભિનેતા સાથે આ ગીતના દિગ્દર્શક પણ છે અને હંમેશા આ ટીમ ની સાથે કંઇક નવું લાવવાના પ્રયત્નો કરી રહ્યા હોય છે.તો ગુજરાત ના જાણીતા અવાજ ધરા શાહના કંઠમાં અને પ્રિયંકા ચુડાસમા અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવેલ આ ગીતનું ટ્રેલર અત્યારે યુ ટ્યૂબ પર ખૂબ જોવા મળી રહ્યું છે અને ગીત પણ આ 13 તારીખે જોવા મળશે.આ ગીત યુવાઓ અને દરેક ઉંમરના લોકોને પોતાના પ્રેમ ની એક નવી જ વાત નો અનુભવ કરાવી શકે છે. તો આજે જ પ્રિયંકા ચુડાસમા ની યૂટ્યૂબ ચેનલ પર જઈને આ ગીતને વધાવી લો.

Related posts

राजस्व मंत्रालयिक कर्मचारियों ने कलक्टर को सौंपा ज्ञापन

Padmavat Media

पीएम मोदी के बयान पर केजरीवाल का हमला, बोले- मुफ्त शिक्षा और फ्री इलाज देकर क्या गुनाह किया?

Padmavat Media

राउप्रावि नेरा फला, खरबर अ में 66वी जिला स्तरीय 14 वर्षीय विधालय छात्र-छात्रा फुटबॉल प्रतियोगिता का समापन।

Padmavat Media
error: Content is protected !!