Padmavat Media
ताजा खबर
गुजरातटॉप न्यूज़देशबिजनेसराजनीतिराज्य

સુરતમાં યાર્ન એક્સ્પોનું કેન્દ્રીય ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ઉદઘાટન

Reported By : Padmavat Media
Published : December 6, 2021 10:24 PM IST
Updated : December 6, 2021 10:26 PM IST

અમદાવાદ / જીતેન્દ્ર કુમાર સંત સંવાદદાતા : મહામારીના સમયગાળામાં આપણે સરળતાથી વેપાર-ઉદ્યોગ ચલાવી શકીએ છીએ એનું મુખ્ય કારણ દેશમાં વિશ્વનાં સૌથી મોટાં રસીકરણ અભિયાનની તીવ્ર ગતિ છેઃ શ્રીમતી જરદોશ
સુરત,તા.12 કેન્દ્રીય ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે આજે સુરતમાં યાર્ન એક્સ્પોને ખુલ્લું મૂક્યું હતું. કાપડ ઉદ્યોગના વિકાસ અને ઉદ્યોગપતિઓ યાર્ન ઉત્પાદનની નવીનતમ ટેકનોલોજીથી વાકેફ થાય એ ઉદ્દેશથી ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ ત્રિદિવસીય યાર્ન એક્સ્પોનું આયોજન થયું છે. એમાં દેશ-વિદેશના યાર્ન ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે.

ઉદઘાટન સમારોહને સંબોધતાં કેન્દ્રીય મંત્રીએ યાદ અપાવ્યું કે આજના મહામારીના સમયગાળામાં આપણે સરળતાથી વેપાર-ઉદ્યોગ ચલાવી શકીએ છીએ એની પાછળનું મુખ્ય કારણ દેશમાં સરકારે આરંભેલા વિશ્વનાં સૌથી મોટાં રસીકરણ અભિયાનની તીવ્ર ગતિ છે.તેમણે કહ્યું કે ટેક્સ્ટાઇલની નિકાસ વધારવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જે મુખ્ય ત્રણ પહેલ-યોજનાઓ કરવામાં આવી છે, ખાસ કરીને 5એફ અને પીએલઆઇ યોજના- એનો મોટો લાભ સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગને મળવાનો છે. મેક ઇન ઇન્ડિયા અને ભારતમાં બનેલ કાપડ સમગ્ર વિશ્વ ઉપયોગમાં લે એ માટે મંત્રાલય પ્રયત્નશીલ છે. આ એક્સ્પોમાં ઘણી નવી ટેકનોલોજીઓ પણ છે એની નોંધ લેતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે નવસારી કૃષિ યુનિવર્સિટીના તાલીમ કેન્દ્ર દ્વારા સંશોધન થયું છે એ બનાના યાર્ન(કેળના પાનના રેસા) , બામ્બુ યાર્ન જેવા કુદરતી યાર્ન પણ પ્રદર્શિત થઈ રહ્યા છે.તેમણે કહ્યું કે આ સરકાર એવી છે જે તમામ હિતધારકો સાથે ચર્ચા કરીને નીતિ ઘડે છે અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગના નવીનીકરણને પ્રોત્સાહન આપી રહી છે. જૂની સમસ્યાઓ એક પછી એક ઉકેલી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય ટેક્સ્ટાઇલ કમિશનર સુશ્રી રૂપ રાશિ, સુરતનાં મેયર અને ચેમ્બરના પદાધિકારીઓ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

राहत शिविर मे वंचित परिवारो को पात्रता अनुसार करवाया गया आवेदन

Padmavat Media

चंदनं शीतलं लोके चं चंद्रमा। चन्द्रचन्दनद्वयोर्मध्ये शीतलाः साधुसंगतिः॥

Padmavat Media

राजस्थान गौड़वाड वैरागी संत समाज मित्र मंडल की मीटिंग का आयोजन

Padmavat Media
error: Content is protected !!